National Translation Mission
CIIL
NTM Survey
CIIL
Forum
CIIL
Select :
CIIL
Font Issues | Contact Us
 
Click here for CIIL Profile
રાષ્ટ્રીય અનુવાદ મિશન -પરિયોજનાનો સવિસ્તર અહેવાલ
  DPR Contents
  Previous   Next
 
પ્રૌધોગિકીના મુદ્દાઓ
ભારતીય ભાષાને સાંકળતા, ઈલેક્ટ્રોનિક્સ અનુવાદના સાધનો હજી વિકાસના પ્રાથમિક તબક્કામાં છે. આવા સાધનોમાં વર્ડ પ્રોસેસર્સ, શબ્દકોશો, સંચાલનના સાધનો, પરિભાષાની બૅંકો, ઑનલાઈન શબ્દકોશો, ઑનલાઈન દૃશ્ય જ્ઞનભંડારો, વર્ડ ફાઈન્ડર્સ, ટ્રાન્સલેશન મેમરી સૉફટવેર્સ, ઈ-અનુવાદકો, (= મશીન ટ્રાન્સલેશન સૉફ્ટવેર્સ) ટ્રાન્સલેશન ટિચિંગ સૉફ્ટવેર્સ, ગ્લોસરીઝ, કોર્પોરા, સ્પેલ ચેકર્સ, ગ્રામર ચેકર્સ, ઈ-શબ્દકોશો, ટેકનીકલ ગ્લોસરીઝ, ગ્રામેટીકલ ગ્લોસરીઝ, ઑનલાઈન ટૂલ્સ, સાંસ્કૃતિક શબ્દભંડોળ, અને મળી શકે તે વિવિધ સુવિધાઓનો સમાવેશ થશે. યંત્ર અનુવાદ પેકેટ સિવાયના આ બધા, અનુવાદકને ઉત્તેજન આપે છે, પણ હકિકતમાં અનુવાદનું કાર્ય કરતા નથી .

યાંત્રિક અનુવાદની પ્રૌધોગિક ઉન્નતિમાં અમુક પ્રવૃતિઓ માટે પ્રશિક્ષણ અને માનવીય ટેકનીકલ સંસાધનના વિકાસમાં મદદ દ્વારા અને બીજામાં સહકાર અને સાયનર્જી દ્વારા NTM સુવિધા પુરી પાડી શકે. નીચેના ક્ષેત્રોમાં, C-DAC અને (TDIL) ટેકનોલૉજી ડેવલપમેન્ટ ફોર ઈન્ડિયન લૅંગ્વેજીસ જેવા એકમોના સહકારમાં, મદદ કરવા NTM આગળ આવી શકે.

a. જરૂરી સુવિધાઓ નિર્માણ કરવી, વિશેષ કરીને, ડિજીટલ ટૂલ્સ, જેવા કે, જ્ઞાનભંડાર, બહુભાષિય શબ્દકોશો, અનુવાદ મેમરી માટે સૉફટવેર વગેરે જેને વધુ કાર્યક્ષમ અને અસરકારક અનુવાદ માટે તરત જ લાગુ કરી શકાય.
b. ઘણી સંસ્થાના લાંબા સ્યના સહકાર દ્વારા, શબ્દકોશને લગતા સંસાધનોની રચના અને જાળવણી, જેમકે, ઈ-શબ્દકોશો, વર્ડનેટ્સ, ભાષા વિષ્લેશણ અને એકીકરણના સાધનો, ઔપચારિક કરારો આવૃતિ વિષ્લેશણકર્તા વગેરે: અહિ સભાઓ અને ઑન-લાઈન ચર્ચાઓ દ્વારા એકધારા પરસ્પર કાર્યોથી NTM, સહકાર્ય માટે સામાન્ય મંચ પ્રસ્તુત કરી શકે.
c. મૂળ પાઠો અને અનુવાદોના ગ્રંથસ્વામિત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે તૈયાર કરીને.
d. Ldc-IL ની પરિયોજના નીચે નિર્માણ કરવામાં આવેલ સ્પષ્ટીકરણો અને જોડાણો ની સાથે ઉચ્ચકક્ષાના સમાંતર શબ્દસંગ્રહનું ઉત્પાદન અને જાળવણી. આવા શબ્દસંગ્રહો યંત્ર અનુવાદ પદ્ધતિઓ મેળવવા માટે યંત્ર શિક્ષણના કૌશલ્યો સાથે વિચારણા કરી શકાય.
e. યુનાઈટેડ નેશન્સ દ્વારા 1996માં 15 દેશોને સાંકળીને કરેલ પ્રારંભ પ્રમાણે ‘Universal Networking Language’ (UNL) મુજબ આંતરભાષા આધારિત અભિગમને પ્રોત્સાહન.IIT મુંબઈએ અંગ્રેજી અને ભારતીય ભાષા યંત્ર અનુવાદમાટે વિભિન્ન ઉપકરણો, કસબ અને સંસાધનો વિકસાવ્યા છે, જેને ઉડાઉરીતે કહી શકાય.
  Previous Up Next
www.ciil.org | www.anukriti.net | www.ldcil.org | www.ciil-grammars.org | www.ciil-spokencorpus.net | www.ciilcorpora.net
 
  Central Institute of Indian Languages
Department of Higher Education,Language Bureau, Ministry of Human Resource Development
Government of India
Manasagangothri, Hunsur Road, Mysore 570006
Tel: (0821) 2515820 (Director), Reception/PABX : (0821) 2345000, Fax: (0821) 2515032 (Off)