|
પરિશિષ્ટની દરેક ભાષામાં પ્રૌધોગિક અને વૈજ્ઞાનિક પરિભાષાની રચનામાં CSTT ને માહિતી અને મદદ પ્રદાન કરવી |
|
આપણા વિદ્યાલયો અને મહાવિદ્યાલયોની દરેક મહત્વની વિદ્યાશાખાઓમાં શિખવાતા માહિતી આઘારિત અનુવાદોનું પ્રકાશન, જેમાં 65 થી 70 જેટલી વિદ્યાશાખાના 1760 જ્ઞાન પાઠો નો સમાવેશ હશે કુલ અનુવાદ અને પ્રકાશનનું લક્ષ્ય પછીની યોજનામાં વધારવામાં આવશે જ્યારે પ્રક્રિયા ગોઠવાશે અને આશાસ્પદ અંદાજ પ્રમાણે દરેક યોજનાના સમય સુધીમાં તે આખરે 8800 પુસ્તકો સુધી પણ પહોંચી શકે. |
|
ભારતીય ભાષામાં અનુવાદને લગતાં સામયિકો અથવા અનુવાદ સંબંધી પાઠો અને વિશ્લેષણો વગેરે માટે આર્થિક સહાય( સબસીડી). |
|
લેખકો/અનુવાદકોને તેમના IPR/કોપી રાઈટ ફી માટે અનુદાન. |
 |
વિભિન્ન સ્તરે અનુવાદની તાલીમ અને માન્યતા માટે અનુદાન. |
 |
પ્રાકૃતિક ભાષા પર પ્રક્રિયા કરવા અથવા NLP અનુવાદ સંબંધિત સંશોધન માટે અનુદાન. |
 |
અનુવાદને લગતી ડિગ્રી/ ડિપ્લોમા અભ્યાસક્રમો અને વિશેષ પરિયોજના (જેવી કે, ભાષાઓની જોડીઓ વચ્ચે અનુવાદની નિયમાવલી તૈયાર કરવી) યોજતાં મહાવિદ્યાલયના વિભાગોને અનુદાન. |