|
રાષ્ટ્રીય અનુવાદ મિશનનો (NTM) મુખ્ય ઉદ્દેશ પરિશિષ્ટમાં પ્રાપ્ત, ભારતની ભાષાઓમાં જ્ઞાન પાઠો પ્રાપ્ત કરાવવાનો છે. NTM કાર્ય પાર પાડવા માટે વિવિધ પ્રક્રિયાઓ અને સ્તરો વાળી એક યોજના બનાવી છે. દરેક પ્રક્રિયા, તબક્કે અને સ્તરે કામની સોંપણી નીચે મુજબ થશે,
જ્ઞાન પાઠોની ઓળખાણ
વિવિધ વિદ્યાશાખાઓમાં અનુવાદ માટે જ્ઞાન પાઠોની ઓળખાણ એ પ્રથમ પગલું છે.NTM પાસે CIIL સ્થિત મૂળ વિષયની એક ટીમ છે. આ ટીમ NTM એ પસંદ કરેલ 69 વિદ્યાશાખામાં જ્ઞાનપાઠોનો માહિતી આધાર તૈયાર કરે છે.
જ્ઞાન પાઠોનું સંકલન |
| NTM એ ઠરાવેલા જ્ઞાન પાઠો જો પ્રાપ્ય હોય તો કાં તો સીધા પ્રકાશક અથવા છૂટક વેચાણની દુકાનોમાંથી મેળવવામાં આવે છે. આ પુસ્તકો ત્યારબાદ અનુવાદકોને વિતરણ કરવામાં આવે છે
|
અનુવાદની સોંપણી (તબદીલી) |
NTM દ્વારા CIIL માં અનુવાદકો માટે રાખવામાં આવેલ રાષ્ટ્રીય નોંધપોથીમાં નોંધાયેલ વિભિન્ન અનુવાદકોને અનુવાદનું કામ સોંપવામાં આવશે.સોંપણી અંગત કૃતિઓ માટે સુસંગત પાત્રતા પર આધાર રાખશે. NTM સમય-બદ્ધ કાર્યક્રમ હોવાથી અનુવાદકની પ્રાપ્યતા અને આકલનશક્તિ પણ કાળજીપૂર્વક વિચારવામાં આવશે. પુસ્તક માટે અનુવાદકની પસંદગી, આ હેતુ માટે NTM દ્વારા ગઠન કરવામાં આવેલ સમિતિ દ્વારા કરવામાં આવે છે.નિયત સમયમાં અનુવાદ પૂરો કરવા માટે, દરેક પુસ્તક માટે ત્રણ અનુવાદકો હોય તેવી વ્યૂહ રચના હશે.
અહિ કલીક કરો: રાષ્ટ્રીય નોંધપોથીમાં તમારું નામ નોંધાવવા માટે.
|
મૂલ્યાંકન માટે સોંપણી |
| NTM દ્વારા CIIL માં અનુવાદકો માટે રાખવામાં આવેલ રાષ્ટ્રીય નોંધપોથીમાં, અનુવાદ નિષ્ણાતોની પણ માહિતી હશે, જે અનુવાદોનું મૂલ્યાંકન કરી શકે.પુસ્તકો માટે મૂલ્યાંકન સમિતિઓના ગઠનમાં મૂળભૂતરીતે બે માપદંડો છે- ભાષા અને વિદ્યાશાખાઓ કમિટિના સભ્યોને અનુવાદની નકલ મોકલવામાં આવે છે દરેક અનુવાદમાં ભૂલ સુધાર અને ફેરફારના સૂચનોના પ્રમાણ પર આધાર રાખી તેઓ એક થી વધારે વખત મળે છે. બધા સુધારા થઈ ગયા પછી, અનુવાદ આખરી મંજૂરી માટે મૂલ્યાંકન સમિતિને પાછો મોકલવામાં આવે છે. ત્યારબાદ અનુવાદ પ્રકાશન એકમને સોંપવામાં આવે છે. |
છાપેલ પ્રકાશન તથા ઈ-પુસ્તકો |
જ્ઞાનપાઠોના અનુવાદો, NTM દ્વારા છાપેલ પ્રકાશનો તથા ઈ-પુસ્તકો બંનેમાં ઉપલબ્ધ હોય છે. આ અનુવાદો 22 ભારતીય ભાષામાં ઉપલબ્ધ હોય છે. NTM, છાપેલ પ્રકાશનો માટે મૂળભૂત રીતે CIILમાં ઉપલબ્ધ, છપાઈની સગવડ, તથા વિવિધ પ્રાદેશિક તથા રાર્ષ્ટ્રીય પ્રકાશકો બંનેનો ઉપયોગ કરે છે
ઈ-પુસ્તકો ખાસ ડિઝાઈન કરી NTM ની વેબ-સાઈટ પર, NTM ની ટીમ દ્વારા વ્યક્તિગત ભાષા અને વિદ્યાશાખાના નિષ્ણાતની મદદ વડે પ્રકાશિત કરવામાં આવે છે
|
સૉફટવેર ઉપકરણો |
| NTM, અનુવાદ સૉફટવેરમાં સંશોધન અને વિકાસને પણ ઉત્તેજન આપે છે. NTM માં સૉફટવેર ઈજનેરોની ટીમ વિવિધ અનુવાદ અને શબ્દકોષ સૉફટવેરની રચના કરવાનું કામ કરે છે. આ ઉદ્દેશ માટે, શૈક્ષણિક સંસ્થાઓ, ઉધોગો અને કંપનીઓના વિવિધ નિષ્ણાતોની મદદ પણ, NTM દ્વારા લેવામાં આવે છે.તૈયાર કરાયેલા સોફટવેર, NTM દ્વારા વેબ-સાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. |
|