National Translation Mission
CIIL
NTM Survey
CIIL
Forum
CIIL
Select :
CIIL
Font Issues | Contact Us
 
Click here for CIIL Profile
રાષ્ટ્રીય અનુવાદ મિશન -પરિયોજનાનો સવિસ્તર અહેવાલ
  DPR Contents
  Previous   Next
 
સંચાલન વ્યવસ્થા
સંચાલન

નૉડલ સંસ્થા તરીકે કેન્દ્રિય ભાષા સંસ્થા રાષ્ટ્રીય અનુવાદ મિશનની સ્થાપના કરી ગતિમાન કરશે. યોજનાના અમલીકરણ માટે કેન્દ્રિય ભાષા સંસ્થાના ડાયરેકટર નૉડલ અધિકારી હશે.રાષ્ટ્રીય અનુવાદ મિશનના ડાયરેકટર, NTM ની યોજના સલાહકારી સમિતિના મેમ્બર-સેક્રેટરી તરીકે કાર્ય કરશે.(ટૂંકમાં NTM-PAC)

યોજના સલાહકારી સમિતિ (NTM-PAC).

NTM-PAC નું માળખું નીચે પ્રમાણે હશે:

નિયામક, ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર અદ્યક્ષ
સહમેત્રી અથવા નિયામક (ભાષાઓ) ની પસંદગીની વ્યક્તિ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, MHRD, ભારત સરકાર સભ્ય
JS&FA અથવા IFD (HRD) ની પસંદગીની વ્યક્તિ સભ્ય
અદ્યક્ષ (CSTT), કમીશન ફૉર સાયન્ટીફીક એન્ડ ટૅકનીકલ ટર્મીનોલૉજી સભ્ય
વિભિન્ન વિદ્યાપીઠોના અનુવાદ શિક્ષણ વિભાગના બે પ્રતિનિધિઓ સભ્ય
વિભિન્ન રાજ્યોના બે પ્રતિનિધિઓ (વારાફરતી) - ભાષા અને અનુવાદ સાથે સંબંધ ધરાવતી સંસ્થાઓ / અકાદમીઓનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યોના. સભ્ય
ભાષા યુનિવર્સિટીના ઉપ-કુલપતિઓમાંથી કોઈ એક(વારાફરતી) સભ્ય
પુસ્તક વિક્રેતાઓ અને પ્રકાશકોમાંથી ત્રણ સભ્ય
મંત્રી, સાહિત્ય અકાદમી સભ્ય
નિયામક, નૅશનલ બુક ટ્રસ્ટ (NBT) સભ્ય
અનુવાદના સંસાધનો અને પ્રૌધોગિકીના સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં કામ કરતા IITs/NITs/ઔધોગિક ગ્રહોના બે પ્રતિનિધિઓ. સભ્ય
આઠ અનુવાદ વિશેષજ્ઞો / ખાનગી સંસ્થાઓ / કંપનીઓ અથવા જેમને અનુવાદ પ્રવૃત્તિઓમાં રસ હોય તેવી ખાનગી વ્યક્તિઓ (વારાફરતી બે વર્ષ માટે) સભ્ય
Pયોજના નિયામક, રાષ્ટ્રિય અનુવાદ મિશન, અથવા તેની ગેરહાજરીમાં, શૈક્ષિક મંત્રી, CIIL Member Secretary

NTM સોસાયટીનું સભ્યપદ

સામાન્યરીતે NTM પ્રવૃત્તિનું સભ્યપદ દરેક વ્યવસાયી અને અવ્યવસાયી અને એવી એજન્સીઓ અને વ્યક્તિઓ જે, અનુવાદની પ્રવૃત્તિમાં રસ લેતી હોય તેમના માટે ખુલ્લું રહેશે.

યોજના નિયામક

NTM યોજનાના નિયામકની નિમણુંક, એક સમિતિ દ્વારા કરવામાં આવશે, જેમાં સહમંત્રી (ભાષાઓ) જે અદ્યક્ષ હશે, અને CIILના નિયામક, મેમ્બર સેક્રેટરી હશે, તેની સાથે, ત્રણ નિષ્ણાતો- બે NTM ની PAC માંથી અને એક બહારની વ્યક્તિ જેની નિમણુંક માટેની પસંદગી સેક્રેટરી (HE) કરશે, તેની બનેલી હશે.યોજના નિયામકના સંબંધમાં, જરૂરી અને પસંદગી યોગ્ય લાયકાતો નીચે મૂજબ હશે:

(i) NTM યોજનાના નિયામકની નિમણુંક પાંચ વર્ષ માટે કરવામાં આવશે.
(ii) NTM ના નિયામકની ઉંમર આદર્શરીતે 60 વર્ષથી નીચે હોવી જોઈએ.
(iii) નિમણુંક માટે પસંદ કરેલા વિદ્વાનો આદર્શરીતે, અનુવાદ શિક્ષણ/કોઈપણ ભાષા અને સાહિત્યની વિદ્યાશાખામાં (તુલ્નાત્મ્ક સાહિત્ય મળીને) ભાષાશાસ્ત્રની ડૉકટરલ પદવી ધરાવતા અને અથવા અનુવાદના ક્ષેત્રમાં સુવિખ્યાત હોવા જોઈએ.
(iv) તેમને ઓછામાં ઓછો પંદર વર્ષનો શિક્ષણ/સંશોધનનો અનુભવ હોવો જોઈએ
(v) અનુવાદ શિક્ષણ/ શબ્દકોશ રચવાની કલામાં પ્રકાશનો
(vi) ખરેખર પ્રકાશિત અનુવાદ કાર્યનો વાસ્તવિક પુરાવો.

મિશનના નૉડલ અધિકારી તરીકે, યોગ્ય કરારો, સહકાર્યના ઈરાદાપત્રો, MOUs, અને હસ્તાતરણો પર સહી કરવાની જવાબદારી CIIL ના નિયામકની હશે. યોજના નિયામક તેને અહેવાલ આપશે. આ બધા માટે પ્રાથમિક કાર્ય અને પત્રવ્યવહારો યોજના નિયામક દ્વારા કરવામાં આવશે. NTM યોજના નિયામકની ફરજોનો પ્રકાર નીચે મુજબ હશે-

(a) NTM યોજના નિયામક સંસ્થાના રેકૉર્ડઝ, પ્રકાશનો ઈ-પ્રકાશનો અને એવી બીજી માલમત્તાની દેખભાળ કરનાર હશે. જે સંસ્થા કદાચ તેના કબજામાં સોંપે;
(b) સત્તાધિકારીઓ વત્તી અધિકૃત પત્રવ્યવહાર સંભાળવો.
(c) PAC અદ્યક્ષ ના માર્ગદર્શન નીચે NTM-PAC ની સાથે સાથે કાર્યકારી સમુહ અને વિભિન્ન સમિતિઓની સભાઓ બોલાવવી;
(d) આ બધી સભાઓની કાર્યનોંધ રાખવી;
(e) NTM ના હિસાબો રાખવા;
(f) NTM ના PAC ની સત્તાની રૂએ એ જોવાની જવાબદારી લેવી કે બધા પૈસા જે ઉદ્દેશ માટે આપવામાં કે ફાળવવામાં આવ્ય છે, તે માટે જ ખર્ચાયા છે.
(g) દર નાણાંકીય વર્ષની શરૂઆતમાં મિશનનું અદાજપત્ર બનાવવું અને CIIL ના નિયામક દ્વારા વિચારણા અને મંજૂરી માટે મંત્રાલયને મોકલવું.
(h) નિયામક મંડળ દ્વારા તેને જે સોંપવામાં આવે તે વહીવટી અને નાણાંકિય સત્તાનો ઉપયોગ કરવો.
(i) ઉપર જે દર્શાવ્યું તેની પરવા કર્યા વગર, યોજના નિયામકની પસંદગી થયા બાદ, ભારત સરકાર, પદાધિકારીની ગેરવર્તણૂંક બદલ તેને કદાચ દૂર કરી શકે.

કર્મચારીની પૂરતી
NTM માં, કોઈપણ નોકરીઓ કાયમી ધોરણે ભરવામાં નહિ આવે.નોકરીઆતની જરૂરીયાત ટૂંકાગાળાના કરાર દ્વારા પૂરી કરવામાં આવશે.શક્ય તેટલી અધિકતમ સેવાઓ બાહ્યસ્ત્રોત વડે પૂરીકરવામાં આવશે.આ યોજનાના હાર્દમાં કુલ 65 કર્મચારીઓ હશે- જેમાના ત્રીજા ભાગના દિલ્હીમાં રહેશે અને બાકીના મૈસૂરમાં. આ ઉપરાંત, નિર્દિષ્ટ કાર્યો માટે પરામર્શકો અને વિભિન્ન ભારતીય ભાષાઓમાં વિશેષજ્ઞતાવાળા અસંખ્ય પરામર્શકો હશે.

કામચલાઉરીતે યોજવામાં આવેલ NTM ના 65 હાર્દ કર્મચારીઓ નીચે પ્રમાણે છે:

ક્રમાંક. શિર્ષક
1. માનવ કર્મચારીઓ (કુલ 65)
(a) યોજના નિયામક (1) @ Rs.40,000 થી અધિક
(b) ઉપ-નિયામક/પ્રાધ્યાપક (4)- વિજ્ઞાન, પ્રાધૌગિકી, અને સમાજ વિજ્ઞાન/માનવ @ Rs.35,000 – 38,000
(c) સંશાધન અધિકારીઓ/વિવેચકો (Readers) (12)- ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, અને પશ્ચિમ ભારત માટે @ Rs.29,000 – 32,000
(d) કનિષ્ઠ સંશાધન અધિકારીઓ/વરિષ્ટ વ્યાખ્યાતા/ વ્યાક્યાતાઓ (12) ચાર વિભાગો માટે અને એક ઉત્તર-પૂર્વિય વિભાગ માટે @ Rs.20,000 – 26,000
(e) સંશોધન સહકાર્યકર (5) @ Rs.15,500 – 18,000
(f) સમન્વય માટે વરિષ્ટ સંપાદકો/વેબ સંપાદકો (5) દરેક વિભાગ માટે એક અને ઉત્તર-પૂર્વિય વિભાગ માટે- @ Rs.24,000 – 26,000
(g) ઉપ-સંપાદકો મુદ્રણ અને વેબ (5) - @ Rs.20,000 – 22,000
(h) વહીવટી અધિકારીઓ (હિસાબ-કિતાબ) (1) @ Rs.22,000
(i) કાર્યાલય નિરક્ષા કરનાર મુખ્ય અધિકારી (2)
(j) વરિષ્ટ તંત્રજ્ઞો, યોજના (4) @ Rs.24,000 – 26,000
(k) કનિષ્ઠ તંત્રજ્ઞો, યોજના (10) @ Rs.20,000 – 22,000
(l) માહિતિ પ્રવિષ્ટિ પ્રચાલક (2) – અઁગ્રેજી/ભારતીય ભાષા .
(m) કાર્યાલય કર્મચારી-હિસાબ-કિતાબ (2)

11 મી યોજના દરમ્યાન કુલ ખર્ચ (પરિવર્તનક્ષમ) રૂI. 4,2653,012

વિશિષ્ટ સ્થાન

EFC (અને PAMD બંને) એ નક્કી કર્યું હતું કે મિશનને કોઈપણ એક જ મકાનમાં રાખવામાં આવે અને તેના બધા પરિચાલક એકમો એક જ છત નીચે હોય એ ઈચ્છવા યોગ્ય છે.NTM નું કાયમી ધોરણે મકાનનું બાંધકામ નિવારી શકાય નહિ. તેથી એમ નકકી કરવામાં આવ્યું હતું કે શરૂઆત CIIL મૈસૂરના મકાનમાંથી કરવી, કારણકે મિશનના સહકાર્ય માટે CIIL સજ્જ છે, અને શરૂઆત કરવા માટે તેની પાસે જરૂરી કુશળતા છે. વહીવટી હેતુઓ માટે, મૈસૂરમાં કદાચ ભાડેથી ઑફિસ લઈ શકાય.

તેમ છતાં, કેમકે, NTM સંબંધિત સરકારી ખાતાંઓ, અને સંસ્થાઓ, કૉર્પોરેટ ગૃહો, IT/ સૉફ્ટવેર નિષ્ણાતો, પ્રકાશન ગૃહો, સ્વાયત્ત સાંસ્કૃતિક સંસ્થાઓ, ભારતીય તથા વિદેશી ભાષાના નિષ્ણાતો સાથે અરસપરસ સતતરીતે કામ કરતી રહેશે અને સંભવિત છે કે વિવિધ સમિતિઓમાં ઘણા નિષ્ણાતો અને સલાહકારોની જરૂર જણાશે તેથી એવું નક્કી કરવામાં આવ્યુ હતું કે NTM નું સંપર્ક કાર્યાલય દિલ્હી અથવા રાષ્ટ્રની રાજધાનીના પ્રદેશમાં હોવું જોઈએ, કારણકે, દિલ્હીમાં સૌથી વધુ સંખ્યામાં પ્રકાશન ગૃહો, IT અને વિભિન્ન ભાષાઓના નિષ્ણાતો તથા ભારત સરકારના ઘણા કાર્યાલયો અને સ્વાયત્ત સાસ્કૃતિક સંસ્થાઓનું સ્થાન છે. હાલમાં, સંપર્ક કાર્યાલય, દિલ્હીમાં ભાડાના મકાનમાંથી કાર્ય કરવાનું શરૂ કરશે.

અવધિ

જ્યાં સુધી વિવિધ ભાષાઓને લગતાં સાહિત્ય અને જ્ઞાન પાઠોના અનુવાદની જરૂર જણાશે ત્યાં સુધી NTM ની જરૂર જણાશે. કારણકે, જ્ઞાન હમેશાં વિસ્તરતું હોવાથી અને નવા પાઠો સતત સર્જાતા રહેતા હોવાથી, નજીકના ભવિષ્યમાં NTM ની પ્રવૃત્તિના અંતના એંધાણ જાણવાનું મુશ્કેલ છે.
  Previous Up Next
www.ciil.org | www.anukriti.net | www.ldcil.org | www.ciil-grammars.org | www.ciil-spokencorpus.net | www.ciilcorpora.net
 
  Central Institute of Indian Languages
Department of Higher Education,Language Bureau, Ministry of Human Resource Development
Government of India
Manasagangothri, Hunsur Road, Mysore 570006
Tel: (0821) 2515820 (Director), Reception/PABX : (0821) 2345000, Fax: (0821) 2515032 (Off)