ઘણાં લાંબા સમયથી ભારતમાં શિક્ષણ પદ્ધતિએ અદ્વૈતાત્મક નીતિ અનુસરી હતી જ્યાં સાંસ્થાનિક શિક્ષણ નીતિના રચયિતાઓએ ભારતમા ભાષા પરિસ્થિતિની અવગણના કરી. સ્વતંત્રતા બાદ માતૃભાષા પર મહત્વ વધતું જાય છે. જો કે શાળાના સ્તરે આ નીતિ લાગુ પાડવાનું શક્ય છે, મોટા ભાગના જ્ઞાનના પાઠો અને વિદ્યાલયમાં વપરાતા મુકરર કરેલા પુસ્તકો માત્ર અંગ્રેજીમાં જ પ્રાપ્ત હોવાથી, ભારતમાં ઉચ્ચ શિક્ષણ ના અભ્યાસ માટે અંગ્રેજીને પ્રાથમિક માધ્યમ બનાવ્યું.તેમ છતાં દેશની ભણેલી બહુમતીને પણ અંગ્રેજીમાં પ્રવેશવાનું મળતું નથી, અને તેથી કરીને ત્યાં સાહિત્ય સંબંધી, ટેકનીકલ, વૈજ્ઞાનિક, વ્યવસાયના ક્ષેત્રોમાં અનુવાદની ત્વરીત જરૂર છે, જેથી આખા દેશમાં વિવિધ ભાષાઓ બોલતી બહોળા ક્ષેત્રની પ્રજાને આવી સામગ્રીમાં પ્રવેશ મળી શકે
વળી, દેશની અસંખ્ય ભાષા માટે જગ્યાની રચના કરવાનું પણ મહત્વનું છે. આ માત્ર રાષ્ટ્રીય ધારણે પહેલ દ્રારા જ શક્ય છે જેમ કે રાષ્ટ્રીય અનુવાદ મિશન.
અનુવાદ આ રીતે માત્ર જ્ઞાનના વિકાસ અને વિસ્તાર માટે જ નહિ પરંતુ ભાષાઓના ઉપકરણ તરીકે પણ જોવામાં આવે છે. રાષ્ટ્રીય અનુવાદ મિશનના વિચાર પાછળ આ જ પ્રેરકબળ છે. |