ભારતીય ભાષા સંસ્થાન (CIIL), રાષ્ટ્રીય અનુવાદ મિશન (NTM) માટે એક નૉડલ એજન્સી અને મુખ્ય સુગમતા પૂરી પાડનાર છે. મિશન CIIL માંથી સંચાલન કરે છે.
પ્રોજેક્ટ એડવાઈઝરી કમિટિ(PAC) 25 નિષ્ણાતોની બનેલી છે.PAC ના સભ્યો અનુવાદ શિખવતા અને વ્યવસાય કરતા વિદ્વાનો અને નિષ્ણાતો, લેખકો, સાહિત્યકારો, સાહિત્ય અકાદમીના પ્રમુખો, વિદ્યાપીઠોના ઉપ-કુલપતિઓ, પુસ્તક વિક્રેતા એને પ્રકાશકોના ગિલ્ડના સભ્યો, અનુવાદના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરતા ઉધોગ ગૃહોના પ્રતિનિધિઓ.
અનુવાદ પ્રવૃતિ માટે CIIL, (કાર્ય)બેવડાતું અટકાવવા, સહક્રિયા પેદા કરવા અને અનુવાદ પ્રવૃતિના સુગ્રથીત છતાં ઉદાર વિકાસને મંજૂરી આપવા વિવિધ મંડળો સાથે સહકાર અને સમન્વય કરે છે. પ્રારંભના સમયમાં, ભારતીય ભાષા સંસ્થાને અનુકૃતિ યોજનાનો પ્રારંભ કરવા નેશનલ બુક ટ્રસ્ટ અને સાહિત્ય અકાદમી સાથે સહકાર્ય કર્યું. પાછળથી, કથા ભારતીના પ્રારંભ માટે ભારતીય ભાષા સંસ્થાન, સાહિત્ય અકાદમી સાથે કાર્ય કરી રહ્યું છે.
ભારતીય ભાષાઓ અને અનુવાદ પ્રવૃત્તિના પ્રોત્સાહન માટે બીજી સંસ્થાઓ જે, ભારતીય ભાષા સંસ્થાન સાથે કામ કરી રહી હતી તેમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે: યુ. જી. સી., વિશ્વવિદ્યાલયના વિભાગો જે,અનુવાદનો અભ્યાસ અને સંશોધન કાર્યક્રમનું શિક્ષણ આપતી અનુવાદ સંસ્થાઓ, ગ્રંથ એકાદમીઓ, અનુવાદ કેન્દ્રો, બીજી રાજ્યસ્તરની સંસ્થાઓ, સાર્વજનિક ગ્રંથાલય નૅટવર્ક, અને ભારતીય ભાષાઓ ઉપર કાર્ય કરનારા એન.જી.ઓ. જેમ કે ભાષા, પ્રથમ, કથા ઈ.
તે પ્રકાશકો, સમાચાર પત્રો અને બીજા માધ્યમો, કોર્પોરેટ હાઉસીઝ, અને પુસ્તક વિક્રેતાનો પણ પ્રવૃત્ત કરે છે. ખાસ કરીને ભારતીય ભાષા સંસ્થાને ક્રિયા, માઈક્રોસૉફ્ટ, ગુગળ, મૉટોરોલા, પિઅર્સન એજ્યુકેશન, એમ.આર.એ.આર. એજ્યુકેશન સોસાયટી અને મૅકમીલન ઈ. સાથે કામ કર્યું છે.
આ ઉપરાંત, NTM શિક્ષકો, વિદ્યાર્થીઓ, મા-બાપો, પીઢ શિક્ષાર્થીઓ અને અન્ય નાગરિકો સાથે પરસ્પર અસર કરી તેમની આવશ્યકતાઓ સમાવિષ્ઠ કરે છે મુદ્દો વ્યુહાત્મ્ક હસ્તક્ષેપના બાંધામાં ભાગ લેવાનો અને વિદ્યમાન જાહેર સંસ્થાઓ અને ખાનગી એજન્ટો સાથે સહક્રિયા વિકસાવવાનો છે.
|