NTMનું અનુવાદ પ્રશિક્ષણ
અનુવાદક શિક્ષણ, NTM માં ખાસ મહત્વની પ્રવૃતિ છે. તે NTM ના મુખ્ય ઉદ્દેશોને ઘણી રીતે મદદ કરે છે. સૌથી પ્રથમ, જ્ઞાનનું પ્રસારણ. જે લોકો આ કાર્યક્રમોમાં માં ભાગ લે છે તે વાત ફેલાવે છે.તે, NTM ના વિવિધ ભાષાઓ અને વિદ્યાશાખાઓ ના અનુવાદોની ગુણવત્તાનો તફાવત ઘટાડવામાં પણ મદદ કરે છે. આવા ઘણા કાર્યક્રમો દ્વારા નવા અનુવાદકો શોધી કાઢવામાં આવે છે. અનુવાદ શિક્ષણ ક્ષેત્રમાં, મિશન, નિમ્ન પહેલવૃતિ લે છે.
1. ચોક્કસ હેતુઓ માટે ટૂંકાગાળાના કાર્યક્રમો ગોઠવીને, જેવાં કે, અર્થઘટન, પેટામથાળાં કરવાં, કાનૂનનું અનુવાદ, શુદ્ધ વિજ્ઞાન, પ્રયોજિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરેમાં સંબંધિત ક્ષેત્રોના વિદ્વાનો તથા નિષ્ણાતોનો સમાવેશ કરીને.
2. અનુવાદકો માટે અભ્યાસક્રમના નમૂના તથા પડીકાં બનાવી જે ને સમગ્ર દેશમાં ભાષા શિક્ષણ કાર્યક્રમોમાં પ્રસ્થાપિત કરી શકાય અથવા લાંબી રજા દરમ્યાન, નોકરી કે કામના સમય બાદ અથવા શાળાના સમય બાદ વિશેષ અભ્યાસક્રમો ચલાવવા.
3. અનુવાદ પ્રૌધોગિકીના વિશેષિત અભ્યાસક્રમોના વિકાસમાં અને મહાવિદ્યાલયો તથા અન્ય સંસ્થાના સંબંધિત ક્ષેત્રોને ઉત્સાહિત કરીને, આધાર આપીને, અને સહાય કરીને;
4. સંશોધન યોજનાઓની સાથે વિદ્યાર્થી સંશોધન ઉત્સાહિત કરીને, ખાસ હેતુપૂર્વક અભિપ્રેત પાઠોના સારા અનુવાદો ઉદાહરણ રૂપે પ્રાપ્ય કરાવીને,તથા શિક્ષણક્ષેત્રના હેતુઓને ઉપયોગી થાય તેવા સંશાધનો બનાવીને.
5. સંસ્થાઓની વચ્ચે વિદ્વાનોના વિનિમયને મંજૂરી આપવાની સાથે ભારતીય ભાષાઓની વચ્ચે અનુવાદને પ્રાધાન્ય આપે તેવા ફૅલોશીપ કાર્યક્રમો ની સ્થાપના કરીને.
6. નિશ્ચિત પાઠોના ઉદાહરણ દ્વારા કાર્યશળાનું આયોજન કરીને, જ્યાં નિષ્ણાતો તથા તાલિમાર્થીઓ સાથે મળે, ચર્ચા કરે અને જ્ઞાનના વિષય, પરિભાષા, સાંસ્કૃતિક તથા ભાષાશાસ્ત્ર સંદર્ભમાં પાઠ સંબંધી ચોક્કસ મુદ્દાઓનો ઉકેલ લાવે
7. કાળજીપૂર્વક ઝીણવટથી પરીક્ષણ, સંપાદન, તથા કોપી- સંપાદન વિશે કાર્યશાળાનું આયોજન કરીને.