National Translation Mission
CIIL
NTM Survey
CIIL
Forum
CIIL
Select :
CIIL
Font Issues | Contact Us
 
Click here for CIIL Profile
રાષ્ટ્રીય અનુવાદ મિશન -પરિયોજનાનો સવિસ્તર અહેવાલ
  DPR Contents
  Previous   Next
 
સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.
વિભિન્ન સંસ્થાઓ જેવી કે, વૈજ્ઞાનિક તથા પ્રૌધોગિક પરિભાષા આયોગ (CSTT), રાષ્ટ્રીય શૈક્ષણિક તથા સંશોધન પ્રશિક્ષણ પરિષદ (NCERT), રાષ્ટ્રીય પુસ્તક ટ્રસ્ટ (NBT), વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(UGC), સાહિત્ય અકાદમીઓ, કેન્દ્રીય ભારતીય ભાષા સંસ્થાન, (CILL) મૈસૂર, ગ્રંથ અકાદમીઓ, સાર્વજનિક પુસ્તકાલય નૅટવર્ક વગેરેની, અતિવ્યાપ્ત તથા દ્વિગુણનથી બચવા માટે જરૂર પડશે. એવી જ સંલગ્નતાની પ્રકાશકો, વર્તમાનપત્રો/માધ્યમો, વિશિષ્ટ નિગમો, પુસ્તકવિક્રેતાઓ સાથે જરૂર પડશે. અહિ મુદ્દો વ્યૂહાત્મ્ક દરમ્યાનગીરીનું નિર્માણ કરવું અને વર્તમાન જાહેર સંસ્થાઓ અને ખાનગી એજન્સીઓની સાથે સહક્રિયાનો વિકાસ અપનાવવો તે છે.

આ બધા મુખ્ય મુદ્દાઓની NTM દ્વારા વિગતવાર છણાવટ માટેની સૂચી નીચે મુજબ છે.

A. પ્રૌધોગિક તથા વૈજ્ઞાનિક પરિભાષાની રચના
  ભારતમાં બહુભાષિય પરિસ્થિતિ હાજર હોવાથી એક ભાષામાંથી અન્ય ભાષામાં અનુવાદના સરળ પ્રવાહ માટે પૂર્ણપણે અવકાશ છે,જો ભાષાઓની વચ્ચે ચડ-ઉતર દરજ્જાવાળી સંસ્થા વગર,જો આપણે મુકત પ્રવાહની સુવિધા માટે ઉપાયો અને માર્ગો શોધી કાઢીએ.

માહિતીપાઠોના અનુવાદમાં પારિભાષિક શબ્દાવલીના ધોરણ નિશ્ચિત કરવાં તથા અપ્રમાણિત અને લૌકિક શબ્દોની સાથે સાથે કલ્પનાત્મ્ક નિરૂપણની મનાઈ કરવી જેથી ભાષાઓની વચ્ચે અવરજવર સરળ બને. આ એક મોટી સમસ્યા રહે છે, જેનો ઉકેલ NTM એ શોધવાનો રહેશે.

B. અનુવાદનું શિક્ષણ
  અનુવાદ પોતે જ એક વિશેષિત પ્રક્રિયા છે, અને કદાચ વધારે વિશેષતાની જરૂર પડે જ્યારે કોઈ ચોક્કસ શાખાઓમાં પાઠોના અનુવાદનો પ્રશ્ર ઉદ્ભવે.અનુવાદ શિક્ષણના ક્ષેત્રોમાં મિશન દ્વારા નીચે પ્રમાણે પહેલ કરી શકાય.

1. ચોક્કસ હેતુઓ માટે ટૂંકાગાળાના કાર્યક્રમો ગોઠવીને, જેવાં કે, અર્થઘટન, પેટામથાળાં કરવાં, કાનૂનનું અનુવાદ, શુદ્ધ વિજ્ઞાન, પ્રયોજિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરેમાં સંબંધિત ક્ષેત્રોના વિદ્વાનો તથા નિષ્ણાતોનો સમાવેશ કરીને.
2. .અનુવાદકો માટે અભ્યાસક્રમના નમૂના તથા પડીકાં બનાવી સમગ્ર દેશમાં ભાષા શિક્ષણ કાર્યક્રમોમાં પ્રસ્થાપિત કરી શકાય અથવા લાંબી રજા દરમ્યાન, નોકરી કે કામના સમય બાદ અથવા શાળાના સમય બાદ વિશેષ અભ્યાસક્રમો ચલાવવા.
3. અનુવાદ પ્રૌધોગિકીના વિશેષિત અભ્યાસક્રમોના વિકાસમાં અને મહાવિદ્યાલયો તથા અન્ય સંસ્થાના સંબંધિત ક્ષેત્રોને ઉત્સાહિત કરીને, આધાર આપીને, અને સહાય કરીને.
4. સંશોધન યોજનાઓની સાથે વિદ્યાર્થી સંશોધન ઉત્સાહિત કરીને, ખાસ હેતુપૂર્વક અભિપ્રેત પાઠોના સારા અનુવાદો ઉદાહરણ રૂપે પ્રાપ્ય કરાવીને,તથા શિક્ષણક્ષેત્રના હેતુઓને ઉપયોગી થાય તેવા સંશાધનો બનાવીને.
5. સંસ્થાઓની વચ્ચે વિદ્વાનોના વિનિમયને મંજૂરી આપવાની સાથે ભારતીય ભાષાઓની વચ્ચે અનુવાદને પ્રાધાન્ય આપે તેવા ફૅલોશીપ કાર્યક્રમો ચાલુ કરીને.
6. ખાસ પાઠોને ઉદાહરણ દ્વારા કાર્યશળાનું આયોજન કરીને, જ્યાં નિષ્ણાતો તથા તાલિમાર્થીઓ સાથે મળે, અને માહિતીના વિષય,પરિભાષા, સાંસ્કૃતિક તથા ભાષાજ્ઞાન સંદર્ભમાં પાઠ વિશે ચર્ચા કરે ઉકેલ લાવે વગેરે. અને,
7. કાળજીપૂર્વક આલોચના માટે પરીક્ષણ, સંપાદન, તથા અનુવાદોના લખાણનું સંપાદન વિશે કાર્યશાળાનું આયોજન કરીને.

C. માહિતીનુ વિતરણ
  દેશમાં અનુવાદ ક્ષમતાની પ્રાપ્તિ વિશે માહિતી દજી અપૂરતી છે, કારણકે એવા કોઈ એક આધીર નથી કે જ્યાંથી આ માહિતી મળી શકે. ખાસ કરીને ભાષાના અનુવાદકો માટે આ ખરૂં છે, જ્યારે અંગ્રેજી અનુવાદકો સર્વત્ર ભારતમાં બધે જ, મોટા પ્રમાણમાં દૃષ્ટિગોચરતા ભોગવે છે.

પાઠોના અનુવાદ સુધી પહોંચવામાં અને કુશળતાની પ્રાપ્તિ વિશે શોધ કરવામાં પડતી મુશ્કેલીનો ઉકેલ, મિશન, નીચે મૂજબ લાવી શકે.

1. વિભિન્ન વિદ્યાશાખાઓ અને ક્ષેત્રો તથા વિવિધ કુશળતા અને લાયકાતોવાળા અનુવાદકોનો માહિતી સંગ્રહની રચના કરવી.
2. ભારતની સર્વ ભાષામાં વિભિન્ન રચનાના વર્તમાન અનુવાદો, તેમજ, અંગ્રેજી તથા અન્ય વિદેશી ભાષાઓમાં કરેલી ભારતીય રચનાનો એક ‘ઑન-લાઈન’ શબ્દકોશ બનાવવો, જેમાં વિદ્યા શાખાઓ, ભાષાઓ, અને ક્ષેત્રો પર આધારિત શોધ કરવાની સગવડ હોવાની સાથે ઉપયાગકર્તાઓ પણ માહિતી પૂરી પાડી શકે તેવી સગવડ હોય
  આ બંને ને, વિદ્યાપીઠો, પ્રકાશકો, રાષ્ટ્રીય પુસ્તકાલયો, અકાદમીઓ, રાષ્ટ્રીય પુસ્તક ટ્રસ્ટ, અને વૈજ્ઞાનિક તથા પ્રૌદ્યોગિક પરિભાષા આયોગની સાથે જોડાણો દ્વારા અવિરતપણે અદ્યતન બનાવતા રહેવું.

  સાહિત્ય અકાદમીએ સાહિત્યના અનુવાદોનો એક શબ્દકોશ બનાવ્યો છે જે, કેન્દ્રીય ભાષા સંસ્થાનની વેબ-સાઈટ અનુકૃતિ પર પહેલેથી ઉપલબ્ધ છે. સાહિત્ય અકાદમીએ અનુવાદકોનું એક નોંધપત્રક પણ પ્રકાશિત કર્યું છે, જેમાં ભારતીય ભાષાના અનુવાદકોની સૂચી છે,જે NTM ની વેબ-સાઈટ પર પણ મૂકી શકાય. નવેસરથી માન્ય કરવામાં આવેલ ભારતીય ભાષાઓનો સમાવેશ કરવા માટે, આ બંનેનું નવિનીકરણ તથા વિસ્તૃતીકરણની જરૂર છે. જો કે આ બધા સાહિત્ય પૂરતા મર્યાદિત હોઈ, અન્ય ક્ષેત્રોમાં, અનુવાદકો તથા અનુવાદોના સૂચીને નવેસરથી વિકસાવવાની જરૂર છે, જે માટે NTM કદાચ ભારતના વિભિન્ન ભાગોમાં સંગ્રાહકો તથા સંપાદકોને કામે રાખી શકે.

D. દૃષ્ટિગોચરતા અને વ્યવહારૂતા
  અનુવાદ અને અનુવાદકો દૃષ્ટિગોચર હોય તે જરૂરી છે. આમાં અનુવાદકોના મહેનતાણાના સ્તરને લગતી બાબતમાં નવેસરથી વિચારવાની જરૂર જણાય છે. હવે જ્યારે આપણે અનુવાદની એક વ્યવસાય તરીકે કલ્પના કરીએ છીએ કે જેમાં આખરમાં ભારત પાસે એક અનુવાદ ઉદ્યોગ હોય અને અનુવાદકો માત્ર અનુવાદ દ્વારા જ યોગ્ય આજીવિકા મેળવી શકે.

વિભિન્ન ક્ષેત્રોમાંથી અનુવાદકો NTM માં નામ નોંધાવી શકે તેવી તંત્રરચના પણ વિકસાવી શકાય,જેમાં લાયકાતની માન્યતાની સાથે સાથે ગુણવત્તા પર અંકુશ હોય. લાગતી વળગતી વિદ્યા શાખામાંથી નિષ્ણાતો, મૂળભૂત ભાષા તથા લક્ષ્ય કરેલી ભાષાના વિદ્વાનો અને પ્રબુદ્ધ વાંચકો આવા મંડળો સ્થાપી શકે, જે અનુવાદની ગુણવત્તા વિચારી શકે અને અનુવાદક રાષ્ટ્રીય નિધિમાં(Pool) નોંધવા યોગ્ય છે કે નહિ તે નક્કી કરી શકે.તેમને માન્યતાપત્ર કે પ્રમાણનનો લાભ આપી શકાય અને તેમના નામ NTM ની વેબ-સાઈટ પર પ્રસિદ્ધ કરી શકાય.


E. અનુવાદમાં પ્રવેશને સુરક્ષિત કરવો અને અનુવાદનો ફેલાવો કરવો
  અનુવાદને પ્રોત્સાહિત કરવાના તથા દૃષ્ટિગોચર કરવાના અન્ય માર્ગો.
1. અનુવાદ માટે પુસ્તકો ધ્યાનમાં લાવવા આયોજન કરવું
2. અનુવાદ માટે ઈનામો તથા ફૅલોશીપ યોજવી.
3. વાંચન, ચર્ચાઓ પુસ્તક પ્રદર્શનો સાથે અનુવાદના પ્રાદેશિક તહેવારો (અનુવાદ મેળા) યોજવા અને ક્ષેત્રના અનુવાદકોનું સન્માન કરવું.
4. ગુણવત્તાવાળા અનુવાદોની શરૂઆતની ખપત સુરક્ષિત કરવા માટે પુસ્તકાલયોની જાળ (Network) સાથે જોડાણ કરવું.
5. પ્રકાશકે, લેખકો, તથા અનુવાદકોની અરજીના આધારે (અનુવાદો) પાછા ખરીદી લેવા માટે NTM અનુદાન યોજના તળે વ્યવસ્થા કરવી
6. અનુવાદ પ્રવૃતિને ઉત્તેજન આપવા અનુવાદકો તથા પ્રકાશન ગૃહોને NTM-અનુદાનમાંથી સબસીડી (આર્થિક સહાય);
7. અનુવાદિત અદ્યાપન શાસ્ત્રના સાધન ખાસ કરીને ઑપન સોર્સ સાઈટમાંથી, અથવા પ્રકાશકોને પ્રત્યેક ડાઉનલૉડ માટે અમુક ફી નક્કી કરી ડાઉનલૉડની સગવડો કરવી.
8. અનુવાદકો, વિદ્યાપીઠોના વિભાગોને અનુવાદમાં તજજ્ઞતા આગળ ધરીને, પ્રકાશકો વધુને વધુ અનુવાદો લઈ આવીને, જનતાની સાથે ખાનગી ક્ષેત્રો તથા વિશેષ મહત્વપૂર્ણરીતે ગ્રાહકો અથવા અનુવાદના ઉપભોકતાઓ વચ્ચે ક્રિયાપ્રક્રિયા ઉપલબ્ધ કરાવવી.
9. અનુવાદને કેન્દ્રમાં રાખીને, અંગ્રેજી તથા ભારતીય ભાષામાં સામયિકોનું પ્રકાશન, અથવા એવા સામયિકો જે અનુવાદમાં ઈ-વિષયો બહાર પાડવામાં અથવા મહત્વના વ્યવસાયિક સામયિકોના સંસ્કરણો, કે વિભિન્ન વિદ્યાશાખાના હપ્તાવાર અંગ્રેજી પ્રકાશનોના પ્રકાશનમાં, છપાઈમાં વ્યસ્ત છે તેમને અનુદાનમાંથી આર્થિક સહાય કરવી
10. રાષ્ટ્રીય / પ્રાદેશિક અભ્યાસક્રમના માળખામાં તથા શાળાઓ, કૉલેજો અને મહાવિદ્યાલયોના અભ્યાસક્રમોમાં સ્થાપિત વિષયોના અનુવાદ કરાવવા માટે સમજાવીને અને સૂચના કરીને;
11. શૈક્ષણિક સંસ્થામાં દરેક ધોરણે, અનુવાદિત પુસ્તકોની લેવડ દેવડ માટે પુસ્તક હાટ તથા ભાષા સંસાધન કેન્દ્રો સ્થાપવામાં મદદ કરીને;
12. દ્વિભાષી/બહુભાષી કુશળતાના ક્ષેત્રોની ઉપયોગિતા અને સુસંગતતાની સાથે પરીક્ષાઓ અને કાર્યની કસોટીઓ સૂચવીને તેનું મહત્વ રજૂ કરીને; અને
13. ભારતના નાના શહેરો અને ગામડાંઓને અનુવાદિત સામગ્રીમાં મહત્વપૂર્ણ પ્રવેશ આપવા સાર્વજનિક તથા બૌધિક સંસ્થાઓનું જોડાણ કરવું.
  Previous Up Next
www.ciil.org | www.anukriti.net | www.ldcil.org | www.ciil-grammars.org | www.ciil-spokencorpus.net | www.ciilcorpora.net
 
  Central Institute of Indian Languages
Department of Higher Education,Language Bureau, Ministry of Human Resource Development
Government of India
Manasagangothri, Hunsur Road, Mysore 570006
Tel: (0821) 2515820 (Director), Reception/PABX : (0821) 2345000, Fax: (0821) 2515032 (Off)