| 
         
         
         
         
                
    
                
                
                
                
                
                
                    
                    
                     
                    
             
              | 
             
        
               
                
                 
         
         
         
         
            
    
        યોજનાની વ્યૂહરચના
         
         
                    
                         
    
        
        
            
                | 
                    સંપૂર્ણ મિશનને વિભાજડીત કરી શકાય, અથવા મુખ્ય કાર્યો અને ઘટનાઓના સંદર્ભમાં ટૂકડાઓમાં
                    વહેંચી શકાય, જેને અહિ વ્યૂહરચના તરીકે વર્ણવવું જોઈએ :
                 | 
             
         
        
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                    પરિશિષ્યની બધી ભાષાઓમાં પ્રૌધોગિક અને વૈજ્ઞાનિક શબ્દો બનાનનામાં મદદ તથા માહિતી આપવી.
                     
                    આ લક્ષ્ય તરફ, વૈજ્ઞાનિક તથા પ્રૌધોગિક પરિભાષા આયોગ પગલાં ભરશે. CSTT નો અધિકૃત આદેશ
                    છે કે, હિન્દી તથા આધુનિક ભારતીય ભાષાઓમાં વૈજ્ઞાનિક તથા પ્રૌધોગિક પારિભાષિક શબ્દો
                    વિકસિત કરવા અને વ્યાખ્યા કરવી, અને આ ક્ષેત્રમાં તે મહત્વની ભૂમિકા ભજવશે. તેમની પ્રવૃતિઓના
                    પરિણામો NTM ના અનુવાદને પૂરવઠો પૂરો પાડશે. બીજી તરફ, રાષ્ટ્રીય અનુવાદ મિશન (NTM)
                    પણ,પરિશિષ્ટની 22 ભાષાઓમાં પરિભાષાના શબ્દો બનાવવામાં CSTT ના પ્રયત્નોને મજબૂત બનાવશે,
                    જેથી માહિતી આધારિત પાઠોના ત્વરિત અનુવાદો શક્ય બનાવી શકાય. બધી 22 ભાષાઓમાં આ પરિભાષાઓને
                    ઑન-લાઈન પર પ્રાપ્ત કરાવવા સક્ષમ બનાવવા માટે સાધનો વિકસાવવા, NTM ને C-DAC તથા CIIL
                    સાથે કાર્ય કરવાની જરૂર પડશે.
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                    પોતાની મેળે અથવા બાહ્ય સ્ત્રોત ને કાર્ય સોંપીને, ઈલેક્ટ્રોનીક શબ્દકોશો/જ્ઞાનકોશો
                    તૈયાર કરવા
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                    આપણા વિદ્યાલયો અને મહાવિદ્યાલયોની દરેક મહત્વની વિદ્યાશાખાઓમાં શિખવાતા માહિતી આઘારિત
                    અનુવાદોનું પ્રકાશન, જેમાં 11મી યોજના દરમ્યાન, 65 થી 70 જેટલી વિદ્યાશાખાના 1760 જ્ઞાન
                    પાઠો અને આશરે 200 પાઠ્ય પુસ્તકોનો સમાવેશ હશે.(એમ જણાવી શકાય કે વર્તમાનમાં NCERT
                    દ્વારા, પરિશિષ્ટમાંની માત્ર બે ભાષા, હિન્દી અને ઉર્દુમાં 12મા ધોરણ સુધીના પાઠ્ય
                    પુસ્તકોનો અનુવાદ કરાય છે). કુલ અનુવાદ અને પ્રકાશનનું લક્ષ્ય પછીની યોજનામાં વધારવામાં
                    આવશે જ્યારે પ્રક્રિયા પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે અને આશાસ્પદ અંદાજ પ્રમાણે દરેક
                    યોજનાના સમય સુધીમાં તે આખરે 8800 પુસ્તકો સુધી પણ પહોંચી શકે.
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                   ભારતીય ભાષામાં અનુવાદને લગતાં સામયિકો અથવા અનુવાદ સંબંધી પાઠો અને વિશ્લેષણો વગેરે
                                                                        માટે આર્થિક સહાય( સબસીડી).
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                    લેખકો/અનુવાદકોને તેમના IPR/કોપી રાઈટ ફી માટે અનુદાન
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                     વિભિન્ન સ્તરે અનુવાદની તાલીમ અને માન્યતા માટે અનુદાન
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                     પ્રાકૃતિક ભાષા પર પ્રક્રિયા કરવા અથવા NLP અનુવાદ સંબંધિત સંશોધન માટે અનુદાન.
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                     અનુવાદને લગતી ડિગ્રી/ ડિપ્લોમા અભ્યાસક્રમો અને વિશેષ પરિયોજના (જેવી કે, ભાષાઓની
                                                                        જોડીઓ વચ્ચે અનુવાદની નિયમાવલી તૈયાર કરવી) યોજતાં મહાવિદ્યાલયના વિભાગોને અનુદાન.s
                 | 
             
         
        
        
            
                | 
                 અંતમાં, પ્રસ્તાવિત NTM હેઠળ, આ બધાની દેખરેખ કરવાનું શક્ય છે, જો મિશન તેના મૂળભૂત
                                                            ઉદ્દેશોમાં કેન્દ્રિત રહે, જેવાં કે નીચે મુજબ અપેક્ષિત પરિણામો:
                 | 
             
         
        
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                    વિભિન્ન ક્ષેત્રો અને વિભિન્ન કુશળતા અને લાયકાતોવાળા અનુવાદકોના માહિતી ભંડારની રચના.આ
                                                                        ભંડાર ‘ઑન-લાઈન’ પર
                                                                        
                                                                            ઉપરાંત વિશેષ જરૂરીયાતો સાથે NTM ના સંપર્ક દ્વારા પ્રાપ્ત કરી શકાશે
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                 માહિતી ભંડારની રચના અને વર્ગીકૃત ક્ષેત્રો દ્વારા વિભિન્ન કૃતિઓના વર્તમાન અનુવાદોની
                                                                        સ્પષ્ટિકરણવાળા સૂચીપત્ર અને નવી સૂચીઓ જે શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકાલય નૅટવર્કસ્
                                                                        વગેરેને મોકલવાની રહેશે.
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                   અનુવાદકો માટે ટૂંકાગાળાના પ્રશિક્ષણ કાર્યક્રમો.
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                  સારી ગુણવત્તાવાળી અનુવાદ સામગ્રીને પ્રોત્સાહન અને પ્રસારણ.
                 | 
             
            
                | 
                     
                 | 
                
                    »
                 | 
                
                   યંત્ર અનુવાદનું પ્રોત્સાહન
                 | 
             
         
        
        
            
                | 
                    જો એકવાર યોજના માન્ય થાય અને આગળ ચર્ચા થાય તો સામયિકોની સૂચી, જે કદાચ આધાર માટે
                                                            લાયક ઠરે, તે વિસ્તૃત કરવા આપણે અહિ નામોનો પ્રયોગાત્મ્ક સટ આપી શકીએ:
                 | 
             
            
                | 
                     
                 | 
             
            
                
                    અનુવાદ માટે સામયિકો 
                                                            (પ્રસ્તાવિત NTM નીચે સમર્થન આપવા યોગ્ય)
                     
                     
                    આસામી
                     
                    1. ગરીયસી (સંપાદક હરેક્રિષ્ણ ડેકા)
                     
                    2. પ્રાંતિક ( સંપાદક પી.જી. બરૂઆ)
                     
                    3. Anuraadh Parampar (editor P. Thakur)
                     
                     
                    બંગાળી
                     
                    4. અનુવાદ પત્રિકા
                     
                    5. ભાષાનગર ( હવે પ્રાસંગિક)
                     
                    6. ભાષાબંધન
                     
                    7. એવાંગ મુશાયરા ( નિબંધો છે, જે માહિતી પાઠોના મુદ્દાઓ ફરીથી પ્રસ્તુત કરે છે)
                     
                    8.  વિજ્ઞાપન પર્વ (કળા અને ટીકાત્મ્ક લખાણનો અનુવાદ)
                     
                    9. આંતરજાતિક આંગિક(પ્રાંતિક/આંતરરાષ્ટ્રીય સ્ત્રોતોમાંથી અનુવાદ એકાગ્ર કરેછે)
                     
                    10. પારવંતર( મુખ્યત્વે પ્રાદેશિક અનુવાદો-પાઠો અને લેખક પર કેન્દ્રિત
                                                            કરે છે)
                     
                     
                    બોડો
                     
                    11. બોડો સાહિત્ય સભા પત્રિકા
                     
                     
                    અંગ્રેજી 
                     
                    12. ઈન્ડિયન લિટરેચર(સાહિત્ય અકાદમી)
                     
                    13. ટ્રાન્સલેશન ટુડે (ટ્રાન્સલેશન સ્ટડીઝ જર્નલ ફ્રોમ CIIL)
                     
                    14. યાત્રા (આસામીમાંથી અનુવાદ)
                     
                    15. અનિકેતના (કન્નડમાથી)
                     
                    16. મલયાલમ લિટરરી સર્વે (મલયાલમમાંથી
                     
                    17. ઉર્દુ અલાઈવ (ઉર્દુમાંથી)
                     
                    18. કવિતા રિવ્યૂ (દ્વિભાષી, બંગાળી-અંગ્રેજી)
                     
                    19. ઈન્ટરનેશનલ જર્નલ ઈન ટ્રાન્સલેશન (બાહરીપ્રકાશન)
                     
                     
                    ગુજરાતી
                     
                    20. Vi ( ઘણા અનુવાદો છે)
                     
                    21. ગદ્યપર્વ 
                     
                    હિન્દી 
                     
                    22. તનાવ ( વિભિન્ન ભાષાઓમાંથી, ભારતીય અને અંગ્રેજી)
                     
                    23. અનુવાદ(બીજી ભાષાઓમાંથી અનુવાદો તથા અનુવાદ પર નિબંધો)
                     
                    24. અનુવાદ(બીજી ભાષાઓમાંથી અનુવાદો તથા અનુવાદ પર નિબંધો)
                     
                    25. સમકાલિન ભારતીય સાહિત્ય (સાહિત્ય અકાદમી)
                     
                    26. વાગર્થ
                     
                    27. નયા જ્ઞાનોદય
                     
                    28. ભારતીય અનુવાદ પરિશદ પત્રિકા
                     
                     
                    કન્નડ
                     
                    29. અનિકેતના(અન્ય ભારતીય ભાષામાંથી, અંગ્રેજી અનિકેતનાનું અનુગામી)
                     
                    30. દેશ-કાળ(ઘણાં બધા અનુવાદો)
                     
                    31. સંક્રમણ(ઘણાં બધા અનુવાદો)
                     
                    32. સંવાદ(સારા એવા પ્રમાણમાં અનુવાદ પ્રકાશિત કરે છે)
                     
                    33. સંકલન(અનુવાદ પણ પ્રકાશિત કરે છે) 
                     
                    કાશ્મિરી
                     
                    34. શીરઝા-કશ્મિરી(સાંસ્કૃતિક વિભાગ, કશ્મિર સરકાર)
                     
                    35. જાગ ( માસિક, ઘણાં બધા અનુવાદો સાથે) આલવ( માહિતી પ્રૌધોગિકી વિભાગ, કશ્મિર સરકાર)
                     
                     
                    કોંકણી 
                     
                    36. જાગ (માસિક, ઘણાં બધા અનુવાદો સાથે)
                     
                     
                    મલયાલમ 
                     
                    37. કેરળ કવિતા(ઘણાં બધા અનુવાદો, મુખ્યત્વે સાહિત્યિક પાઠો)
                     
                    38. માતૃભૂમિ(અનુવાદના ખાસ અંકો)
                     
                    39. કલા-કૌમુદી
                     
                    40. માધ્યમમ
                     
                     
                    મરાઠી  
                     
                    41. કેળ્યાને અનુવાદ
                     
                    42. ભાષા આણિ જીવન
                     
                    43. પ્રતિષ્ઠાન (ઘણાં બધાં અનુવાદો)
                     
                    44. પંચધારા( અસલ મરાઠી સાથે હિન્દી, ઉર્દુ,તેલુગુ, અને કન્નડમાંથી અનુવાદ)
                     
                    45. સાક્ષત(અનુવાદ પર ખાસ અંકો બહાર પાડે છે) 
                     
                    મૈથિલી
                     
                    46. મૈથિલી અકાદમા પત્રિકા( માહિતી આધારિત પાઠો હોય છે)
                     
                    47. ઘર-બહાર( અનુવાદો છે)
                     
                     
                    ઉડિયા
                     
                    48. સપ્તભિક્ષા 
                     
                    પંજાબી
                     
                    49. સમદર્શી(પંજાબી અકાદમી, દિલ્હી ક્યારેક અનુવાદો પ્રકાશિત કરે છે)
                     
                    50. આખર(અમૃતસર, મુખ્યત્વે રચનાત્મ્ક અને આલોચનાત્મ્ક અનુવાદો પ્રકાશિત કરે છે)
                     
                     
                    સંતાલી 
                     
                    51. સાર-સગુણ
                     
                    52. લોહન્તી પત્રિકા
                     
                     
                    તામિળ
                     
                    53. દિસાઈકલ એત્તુમ(ભારતીય ભાષાઓમાંથી)
                     
                     
                    તેળૂગુ
                     
                    54. વિપુલ(મોટે ભાગે બધી ભાષાઓમાંથી)
                     
                    55. તેળૂગુ વૈજ્ઞાનિક પત્રિકા(તેળૂગુ અકાદમી)
                 | 
             
         
     
                
                
            
                     
                        
                    
                    
    
                    
                    
                     | 
                     
                     
                    
                 
                
                |